Poems / कविताए

બેના રે બેના

બેના રે બેના ! આજ ફરી તું બહું જ યાદ આવી,
કેમ ભૂલું એ દિવસ જયારે તારી બારાત આવી.

હ્રદયમાં ખુશી અને આંખોમાં અશ્રુઓની વર્ષા,
તને વળાવવાની ઘડી ફરી યાદ, આજ આવી.

સાથ આપતી દરેક પરિસ્થિતિમાં, સારી નરસી,
યાદ કરું, જો મારો વિરોધ થવાની વાત આવી.

અછત વર્તાય તારી દર ક્ષણમાં આ જીવનના,
તું હોય તો અજવાળું, તું નહીં, ફક્ત રાત આવી.

યાદ હજુ મને સંતાકુકડી, કેરમ ને બીજી રમત,
કંઇ કેટલીય યાદો તારી દર શ્વાસ સંગાથ આવી.

હેપ્પી રક્ષાબંધન 

Leave a Reply