Poems / कविताए

સ્નેહના નાજુક તાંતણા તૂટવા માટે બંધાયા નથી.

સાથે વીતાવેલા બાળપણના સ્મરણપટથી ભૂંસાયા નથી,
ફરી આવે એ સુંદર સમય એ નસીબ આપણા લખાયા નથી.

કેટકેટલી શરારતો કરતાં ભેગા મળીને આપણે ભાઇ બહેન,
આ સબંધ જેવા બીજા કોઇ સબંધ ઇશ્વરે કદી બનાવ્યા નથી.

રમતા સાથે હળીમળી અને પછી લડાઇ કરતાં મીઠી મીઠી,
એ વાત સાચી કે એકબીજાને ક્યારેય આપણે રડાવ્યા નથી.

નથી ગઇ એવી ક્ષણ, જ્યારે મારી બહેન તને યાદ ન કરી હોય,
સંબંધ જ એવો છે કે ભાઇ બહેન સાથે રહેવા બનાવ્યા નથી.

તું ગમે ત્યાં રહે મારા આશીર્વાદ રહેશે તારી સંગાથે સદા માટે,
આ આપણા સ્નેહના નાજુક તાંતણા તૂટવા માટે બંધાયા નથી.

હેપ્પી રક્ષાબંધન 

Leave a Reply