નેણનાં નેજવાં કરીને માંડી આકાશે મીટ,
વરસી જા ને વ્હાલા આવી ગઇ અષાઢી બીજ,
સુકાઇ ગયાં છે ખેતર ને સૂકી પડી ગઇ સીમ,
વરસીને આપી જા વહાલા ઉદાસીને હિમ,
સુષ્ક ધરાને લીલા ચીરના જાગ્યા છે બહુ કોડ,
ઝાંપટું નહિ ચાલે અનરાધાર ધારા તું હવે છોડ,
જાર બાજરા વાવવા છે તું ના છોડ હવે અગન,
લીધા છે તારી જ આશાએ દિકરીના લગન,
વૈશાખ જેઠમાં બહુ જ બળ્યાં, હવે ના તડપાવ,
અષાઢમાં હેલી હેતની હવે તો તું વહાવ.
-પાયલ ઉનડકટ
Categories: Payal Unadkat