Asim Bakshi

સાવન ની લડી

ગરમ ગરમ બટાકાનું શાક
ને ગરમ ગરમ ખીચડીકઢી
ઉપર થી વરસતો વરસાદ
એને કહેવાય સાવન ની લડી

બપોરે થાય થોડું અંધારું
ભજીયા ખાવાનું મન થાય મારુ
તળાઈ ને આવે ગરમ ગરમ
જીવ ને લાગે થોડું સારું

આદુફુદીના વાળી ચાય હોય
સાથે ફરમાસુ ખાય હોય
મજા આવે આવા વરસાદમાં
જો બે ઈંડાની હાફ ફ્રાય હોય

તીખા સરસીયા ખાજા હોય
એવું લાગે આપણે રાજા હોય
ઉતરતી હોય રતાળુ પુરી
તળેલા મરચાં ને કાંદા તાજા હોય !!!

આસીમ !!

Categories: Asim Bakshi

Leave a Reply