પતિ પત્ની વચ્ચેના પ્રેમની એક હૃદયસ્પર્શી વાર્તા.
પતિ પત્ની બન્ને એકલા રહેતા હતાં. બંને વચ્ચે ખૂબ જ પ્રેમ હતો. બંને એકમેકનું ધ્યાન રાખે. એકવાર કોઈક નજીવા કારણસર એ બંને વચ્ચે થોડી બોલાચાલી થઈ ગઈ…………. પત્નીએ તો પતિની કિટ્ટા પાડી દીધી………
સાંજે બંને જણાએ ચૂપચાપ જમી લીધું. રાતે પણ કશું બોલ્યા વગર બંને સૂઈ ગયાં……. પતિને હતું કે સવારે ઉઠ્યા પછી બધું બરાબર થઈ જશે. પત્ની રીસ છોડીને બોલવા લાગશે…… પણ……. પત્ની ખામોશ જ રહી
થોડી વાર પછી પતિ એમની કોઈક વસ્તુ શોધવા લાગ્યો… પલંગ પર જોયું. બાથરૂમમા જોયું. રૂમમાં જોયું. કપડાંની ગડીમાં જોયું…….પણ ક્યાંય મળી નહીં……. ફરી ફરીને ચક્કર મારતાં એમણે એમની શોધ ચાલુ રાખી…..ક્યારનો પતિની આ શોધનો ખેલ જોતાં પત્ની થી રહેવાયું નહીં……. અને…… …. એમણે પૂછ્યું : “ક્યારનાં શું શોધો છો?”
પતિએ હસતાં હસતાં કહ્યું “મળી ગયું………. હું તારો મીઠોઅવાજ શોધતો હતો.”
પત્ની………હસતાં હસતાં રડી પડી..!!
Categories: SHORT STORIES / लघु-कथाए