Payal Unadkat

હલેસે કલમના તરી લો ગઝલમાં

(લગાગા લગાગા લગાગા લગાગા)

વિતી વાત વ્હાલી વણી લો ગઝલમાં,
હ્રદય સાચવેલું સ્મરી લો ગઝલમાં,

ના મત્લા ના મક્તા ના છંદે મઢો પણ,
રચી સૂર ગમતો ઢળી લો ગઝલમાં,

ના ફૂલો બિછાવી શકો સંમતિના,
સહજ આવકારો કરી લો ગઝલમાં,

શરીરે ના તાકાત ના રૂપ રંગો,
છે મોકો જુવાની ભરી લો ગઝલમાં,

કબીરા કે મીરા બની ના શકો તો,
લખી શેર ઉત્તમ સરી લો ગઝલમાં,

સમર્પિત કર્યા દેશ માટે સુખોને,
અમર છે શહીદો લખી લો ગઝલમાં,

સમયના પ્રહારે ધરી મૌન બેઠા,
ખુમારી બધી આવરી લો ગઝલમાં,

ના નફરત ભરી છે હ્રદયમાં અમારા,
સહજ શબ્દને પાથરી લો ગઝલમાં,

છે સંસાર સાગર વમળથી ભરેલો,
હલેસે કલમના તરી લો ગઝલમાં.

-પાયલ ઉનડકટ

Categories: Payal Unadkat

Leave a Reply