Payal Unadkat

આવો

(ગાગા×4)

રંગો લઇને ફાગણ આવો,
પૃથ્વીના હર કણકણ આવો,

કીડી માટે થૈ કણ આવો,
સૃષ્ટીના છો તારણ આવો,

વાટ નિરખતી મીરા માટે,
પાયલની થૈ રણઝણ આવો,

આંસુ છલકાયા છે નયને,
સ્મિત બનીને આંગણ આવો,

મીંચું આંખો સન્મુખ થાઓ,
શ્યામ બનીને સાજણ આવો,

સામે જો ના આવો હરપળ,
વિચારોમાં હર ક્ષણ આવો.

વિશ્વ સકલ ઘેરાયું દર્દે,
કોરોનાના મારણ આવો.

-પાયલ ઉનડકટ

Categories: Payal Unadkat

Leave a Reply