મનને બનવું છે અલગારી,
ઈશ્વર તું આપ સમજદારી,
સામે તારી મૂરત પ્યારી,
શાને શોધું બીજી બારી!
સંજોગોથી દુનિયા હારી,
વૃદ્ધો, બાળક, નર ને નારી,
સૂર્યોદયમાં આભા તારી,
આથમતી સાંજે અસવારી,
પ્રાણ ભરેલ રમકડાં તારા,
વાતો તારી તો ય નકારી,
તું આપી આપી ને થાક્યો,
માંગ અમારી તોયે જારી,
કેવું નિર્મળ લાગે છે જગ!
આવી જા ને છે તૈયારી.
-પાયલ ઉનડકટ
Categories: Payal Unadkat