નહીં અકળાય એ સુંદર; વિચારોનો સહારો છે,
કરે સર્જન ગઝલ કે ગીત; સૂરાનો સહારો છે,
અરે! થંભી જશે હમણાં ભલેને ડોલતી હોડી,
નથી મજધાર વચ્ચે એ કિનારાનો સહારો છે,
મહામારી સભર છે રાતદિન ને ખુબ અજંપો છે,
થયા ઔદાર્યના દર્શન નજારાનો સહારો છે,
નથી દોલત કે શોહરત સાંપડી; મૂડી આ શબ્દો છે,
કવિને વાહવાહીના ઠઠારાનો સહારો છે,
નિરુત્તર આજ કુદરત છે, પ્રહારે આકરા બોલી,
વગાડે કર્મની દાંડી, નગારાનો સહારો છે.
-પાયલ ઉનડકટ
Categories: Payal Unadkat