Payal Unadkat

નયનવા

સમજાવી દે યાર નયનવા,
હાકલ ખુદને માર નયનવા,

જગ આખું જગદીશ ચલાવે,
કેમ ઉપાડે ભાર નયનવા?

ઈચ્છા અવળી રોજ પુકારે,
સંયમથી કર ઠાર નયનવા,

શબ્દો તારા જેને ખૂંચે,
મૌન અધરથી માર નયનવા,

કડવા સત્ય વચન ઉચ્ચારે,
નક્કી એની હાર નયનવા,

પકડી લ્યો ને હાથ અમારો,
નાવ લગાવો પાર નયનવા,

માન નહીં ત્યાં પગ ના મૂકો,
વેદોનો એ સાર નયનવા,

-પાયલ ઉનડકટ

Categories: Payal Unadkat

Leave a Reply