નાની પ્રાર્થના મોટી અસર.
અમદાવાદ ગુજરાતનું મુખ્ય શહેર. સ્ટેટ બેંકની મુખ્ય શાખા.. રાજ્યની લગભગ બધી બેંકો સાથે વ્યવહાર છે. રોજના અબજો રૂપિયાની લેવડદેવડ થાય છે. આવી આ વિશાળ બેંકમાં છ કેશ કાઉન્ટર છે.
૪૬ વર્ષીય રામચંદ્ર રાવલ નામના બેંકના કર્મચારી આમાંથી એક કાઉન્ટર સંભાળે છે. સામાન્ય રીતે તો બધા કાઉન્ટર પર 3 થી ૪ ગ્રાહકોની લાઈન લાગે પણ રામચન્દ્રના કાઉન્ટર પર ૧૦ થી ૧ર જણાં લાઈનમાં ઉભા હોય. ક્યારેક તો વળી એવું પણ બને કે ૬ કાઉન્ટર માં થી ૫ કાઉન્ટર પર કોઈ કહેતાં કોઈ ન હોય અને રામચન્દ્રના કાઉન્ટર પર પાંચ છ જણાં લાઈન લગાવીને વાટ જોતાં હોય.
બેંકના મેનેજર નું ધ્યાન જતાં તેમણે બીજા કાઉન્ટર પર જલ્દી સર્વિસ મળી શકશે એમ જણાવ્યું તો પણ ગ્રાહકો તો રામચન્દ્ર પાસેથી જ પૈસા મેળવવાનો આગ્રહ રાખતાં.
આનું રહસ્ય સમજવા મેનેજર સાહેબે પાંચ સાત ખાતેદારોની જુદાજુદા સમયે પૂછપરછ કરી. જાણીને સાહેબ તો અચંબિત થઈ ગયાં. આવો આપણે પણ આ ખાતેદારોની વાત વિગતવાર જાણીએ.
પહેલાં ખાતેદારે કહ્યું રામચન્દ્ર પાસેથી લીધેલા પૈસામાં બરકત સારી આવે છે.
બીજા ખાતેદાર મલ્ટીનેશનલ કંપનીનાં એકાઉન્ટન્ટ કહે કે મને કુદરતી રીતે જ રામચન્દ્ર પાસેથી પૈસા લેવાનું ગમે છે.
ત્રીજા ખાતેદાર સરકારી કામોનાં કોન્ટ્રાકટર હતાં. હું રામચન્દ્ર પાસેથી પૈસા લઉ તો અઘરાં કામો પણ સરળતાથી અને સમયસર પૂર્ણ થાય છે.
મિ. ગોહિલ ચોથા ખાતેદાર છે બિઝનેસમેન છે.તેઓ કહે છે કે મારે ઘણાં શહેરોમાં ટ્રાવેલ કરવું પડે છે. એમના પાસેથી લીધેલા પૈસાની બેગ મુસાફરીમાં બબ્બે વાર ખોવાયા પછી પાછી મળી ગઈ છે.
પાંચમા ખાતેદારે તો રામચન્દ્રને પોતાનાં જીવન પરિવર્તન કરી આપનાર ફરિશ્તો કહ્યો. હું દારુ અને જુગાર પાછળ ખૂબ પૈસા ખર્ચતો, પણ એક દિવસ રામચન્દ્ર પાસે ચેક ક્લિયરન્સ કરાવી પૈસા લીધા તો તરત જ અચાનક મને થયું કે હું કેટલા ખોટા માર્ગે છું, આમ મારું જીવન પરિવર્તન થયું. એ રાતે મને સપનું આવ્યું કે ભગવાન જાણે કે કહી રહ્યા હોય કે આ વિચાર માટે રામચન્દ્રની પ્રાર્થના જવાબદાર છે. ગમે એટલી વાર લાગે પણ પૈસા તો હું તેમની પાસેથી જ લઉં છું.
ગીરા નામની મહિલાએ કહ્યું કે તેનું અને તેનાં પતિનું ખાતું આ બેંકમાં છે. એક વાર પોતાની સાથે કામ કરતાં યુવાનના પ્રેમમાં અંધ બનીને બધા પૈસા ઉપાડી ભાગી જવાની હતી. કુદરતી રીતે રામચન્દ્ર પાસે ચેક ક્લિયરીંગ માટે ગયો. એમણે પૈસા આપ્યા, તરત જ મને મારી ભૂલનો અહેસાસ થયો. હું ત્યાં જ ખુરશી પર બેસી વિચારવા લાગી અને બધા પૈસા બેંકમાં પાછા જમા કરાવી દીધા. ત્યારથી હું હંમેશા રામચન્દ્ર પાસેથી જ પૈસા લેવાનો આગ્રહ રાખું છું.
બે દિવસ પછી મેનેજર સાહેબે રામચન્દ્ર અને તેમની પત્નીને પોતાને ત્યાં રાત્રી ભોજન માટે નિમંત્રણ આપ્યું. તેઓએ ખુબ જ ઉત્સાહથી પોતાનાં આ સામાન્ય ક્લાર્કનાં અદભુત કહી શકાય એવાં પરિણામો પોતાની પત્ની અને બાળકોને જણાવ્યાં. પોતાનાં બાળકો સાથે રામચન્દ્રનાં આર્શિવાદ માંગ્યા. ત્યારે આ સરળ એવાં રામચંદ્રએ કહ્યું
*સાહેબ હું કોઈ સાધુ નથી, સંત નથી પણ સંસ્કારી માતા પિતાનું સંતાન છું. નાનપણથી જ મારી મા મને કહેતી કે આપણા સંપર્કમાં જે કોઈ આવે એમનું દિલથી ભલું ઈચ્છવું જોઈએ.*
મારી માતાની સોનેરી સલાહને મેં જીવનમાં ઉતારી છે. તેથી જે કોઈનો પણ ચેક મારી પાસે ક્લીયરન્સ માટે આવે ત્યારે હું સાચા દિલથી ધીમાં અવાજે
“MAY GOD BLESS YOU”
“ભગવાન તમારું ભલું કરે”
આ પ્રાર્થના ત્રણ વાર કરું છું.
1 ગ્રાહક ટોકન આપે ત્યારે,
2 હું પૈસા ગણું ત્યારે
3 એમનાં હાથમાં પૈસા આપું ત્યારે.
આને તમારે મંત્રજાપ માનવો હોય તો મંત્રજાપ માનો અને દિવ્યસહાય ગણવી હોય તો દિવ્યસહાય ગણો, જે હોય તે આ છે.
Msg.by Ret.Branch Manager. S.B.I. Laljibhai. Patel
Categories: Sense stories / बोध कथाए