વેદના સંભારવાની હોય ના,
ભાવથી સત્કારવાની હોય ના,
ઠોકરે જે કાળના ખંડીત થઇ,
રાંગ એ ઉદ્ધારવાની હોય ના,
શબ્દ જેના તીર જેવા ખૂંચતા,
વાત એ વધારવાની હોય ના,
છંદને લય પ્રાસમાં જેના મળે,
એ ગઝલ સુધારવાની હોય ના,
જંગ છે આ જિંદગી આખી સનમ!
એક હારે હારવાની હોય ના,
જે કહાની જીવને અકળાવતી,
ભૂલજો સંભારવાની હોય ના,
સાવ નાની વાતમાં વાંકું પડે,
મિત્રતા વિસ્તારવાની હોય ના.
-પાયલ ઉનડકટ
Categories: Payal Unadkat