SHORT STORIES / लघु-कथाए

ડિજિટલ વાવાઝોડું

ડિજિટલ વાવાઝોડું

ચોમાસાની એ ઢળતી સાંજ.બપોર પછી વરસાદ થંભી ગયો હતો પણ ઠંડો ઠંડો પવન વાતાવરણમાં હજી ભીનાશ પ્રસરાવી રહ્યો હતો. સૂર્યદેવ અસ્તાચળે ક્ષિતિજ તરફ પ્રયાણ કરી રહ્યા હતા. હું પણ બસ સ્ટોપ પર બસની રાહ જોતી હતી. સમયસર આવતી બસ આજે ઉપરવાસમાં વરસાદનાં લીધે જરા મોડી પડી રહી હતી. ઓફિસબેગમાંથી મોબાઈલ કાઢ્યો,નેટ ચાલુ કર્યું,ઘણા બધા નોટિફિકેશન હતા. સહજ રીતે whatsapp ઓપન કર્યું. જોયું તો ફેમિલી,ફ્રેન્ડ્સ,સ્કૂલ,ઓફિસ,મસ્તી-મજાક,drawing ગ્રુપોનાં msgs હતા. સાથે એક unsaved નંબરથી msg હતો.

“hii મેમ,હું ચિત્રકલા ગ્રુપનો મેમ્બર છું. આપ ખુબ જ સરસ draw કરો છો. લાઇન્સ એકદમ ક્લીઅર, and કલર સિલેકશન અફલાતૂન હોય છે.”

મેં ફક્ત “thanks” લખીને મેસેજ છોડી દીધો.

ને તરત જ સામેથી ફરી મેસેજ આવ્યો કે “હું રાજ,અમદાવાદ રહું છું.”

મેં ફક્ત “ઓકે” મેસેજ કર્યો મારી બસ આવી રહી હતી એટલે મોબાઈલનાં નેટ ડેટા ઑફ કરી બસમાં ચઢી ગઈ. રોજનાં કરતા આજે ભીડ વધુ હતી. શાયદ વરસાદનાં લીધે હોઇ શકે. સ્ટેન્ડિંગ પોઝિસનમાં જ બસ સ્ટોપ આવી ગયું. ભીનો ભીનો પવન વાઈ રહ્યો હતો. લાગે છે ફરી ધોધમાર વરસાદ પાડવાનાં એ એંધાણ હતા. અને એક વાવાઝોડું મારા જીવનમાં પણ.

ઘરે આવીને રોજની જેમ ઘરકામમાં પરોવાઈ ગઈ. થોડો સમય ટીવી જોઈ. પણ ટીવી જોવામાં મન ન લાગ્યું. પછી રૂમમાં જઈને મારા શોખને લઈને બેઠી. જી,બરાબર સમજ્યા, મેં ચિત્રકલાનો જબરો શોખ રાખ્યો છે. દિવસભરનો થાક ઉતારવા હું ચિત્ર દોરવા બેસી જતી. જે મને ઘણું જ સુકુન આપતો. સુતા પહેલા મોબાઈલ હાથમાં લીધો. નેટ ચાલુ કર્યું તો રાજનાં ઘણા msgs હતા. બધા મેસેજનો એક જ અર્થ હતો. મારા વખાણ અને દોસ્તીની ભલામણ. રાજને ગુડ નાઈટ મેસેજ લખી હું સુઈ ગઈ.

બીજે દિવસ ફરી એ જ રૂટિનમાં બીઝી થઈ ગઈ. પણ આ રાજનાં મેસેજ અટકતા નહોતા. ધીમે ધીમે મને પણ એની સાથે વાત કરવાની મજા આવવા લાગી. વાતો વાતોમાં માહિતી મળી કે એ મેરિડ છે. પણ એ એની વાઈફથી ખુશ નથી.પણ હું ન સમજી શકી કે રાજનો ઈરાદો શું હતો. વાઈફ સાથેનાં ખરાબ સંબંધનાં બહાને ભોળી છોકરીઓ સાથે મિત્રતા કરીને ડિજિટલ આનંદ લેતો હતો. પણ શાયદ મારી છઠ્ઠી ઇન્દ્રિય કામ કરી રહી હતી કે કોઈ અગમચેતી.

મેં મનમાં નક્કી કરી લીધું કે આવી વૃત્તિ ધરાવવાવાળાને પાઠ તો ભણાવવો જોઈએ. મારી ખરી પરીક્ષા હવે ચાલુ થઇ રહી હતી. હવે રાજનાં મેસેજનાં જવાબ હું ખુબ જ ધ્યાનથી આપતી હતી. જેથી કાલ ઉઠીને મારા પર લોકોની આંગળી ન ઉઠે. રાજે મને પૂછ્યું પણ કે કેમ ટૂંકમાં જવાબ આપે છે. હું કામમાં છું કે બીજું કોઈ બહાનું આપી દેતી.રાજ મને ઘણીવાર કહેતો કે મેસેજ ડીલીટ કરી દેજે. પણ મારે આવા માણસને ઉઘાડા પાડવા હતા. મેં બધા msgs ના સ્ક્રીનશોટ લઈ રાખ્યા હતા. પાણી માથા પરથી વહેવા માંડ્યું ને મેં સ્ક્રીનશોટ જે જે ગ્રુપમાં અમે કોમન મેમ્બર હતા ત્યાં પોસ્ટ કરી દીધા. મને ખ્યાલ છે કે એમાં મારી પણ બદનામી થવાની જ હતી. પણ આમ કરવાથી આવા લંપટવેડા કરતા માણસોથી કેટલાયે ઘરનાં માળા બચી જવાના હતા. પછી તો ગ્રુપમાં જ એના ઘણા ભોપાળાં બહાર આવ્યા.

મારા જેવી ઘણી કુંવારી પરણેલી સ્ત્રીઓ આવા લોકોની વાતમાં ફસાઈ જતી હોય છે. જે ચેતી જાય એ બચી જતી હોય છે.

ગયો જમાનો હવે ઢાળ મળે ત્યાં ઢળી જવાનો,

હવે,ઢાળ પોતાને ગમતો તું જાતે જ શોધી લે..
(પોતાનો જ ઢાળ પોતે બની જા..)

-મુક્તિ લાડ.
મુંબઈ

Leave a Reply