લઘુકથા: સાદગી
રમજાન ઈદ ના ચાર દિવસ જ બાકી હતા…ને અમીના, નગ્મા, સલમા,, નાઝિયા..બધા છેલ્લી શોપિંગ કરવા નીકળવાના હતા…બધા ભેગા થઈ આયેશા ને ત્યાં એને બોલાવવા ગયા. આયેશા તૈયાર થઈ ને સહેલીઓ સાથે નીકળી પડી…હસી મજાક કરતા કરતા બધાએ ખૂબ શોપિંગ કર્યું…સાંજ સુધીમાં ઘરે પાછા ફર્યા..આયેશા છ વાગ્યા ની છેલ્લી નમાજ અદા કરવા બેઠી…
પછી બધા રોજા નો ઉપવાસ ખોલવા બેઠા…અલ્લાહ ની બંદગી કરી ને ખુજર ખાઈ ને રોજાનો ઉપવાસ ખોલ્યો….
જમતી વખતે ટીવી ચાલુ હતું…શહેર માં કોરોના વાયરસ ને લીધે …મોત ના સમાચાર આવી રહ્યા હતા… હોસ્પિટલ માં મરીજો ની હાલત, ગરીબ લોકો ની પરેશાની…. ડોકટર, નર્સ, સફાઈ કર્મચારીઓ ની સેવા…જોઈને આયેશા એ મનોમન કઈ નક્કી કર્યું…
જમીને પૂરો પરિવાર પરવરદિગાર નો આભાર માની..બીજા દિવસ ની તૈયારી કરતા સાથે બેઠા હતા.. ત્યાં આયેશા એ એના અબ્બુ ને કહ્યું, અબ્બુ…મારે એક વાત કરવી છે… આયેશા..ઘરમાં સૌની લાડકી…એટલી ખૂબસૂરત કે એની સાદગી માં પણ સૌદર્ય છલકાઇ ઉઠતું હતું..
એની અમ્મી એ કહ્યું, હા…બોલ શું કહેવું છે? ઈદ માટે કંઈ જોઈએ છે?
આયેશા એના અબ્બુ પાસે ગઈ ને કહ્યું, અબ્બુ…આજે આપણો દેશ કોરોના જેવી ગંભીર બીમારી માં સપડાયો છે..લોકો ની જાન ને ખતરો છે…કેટલા લોકો આ વાયરસ થી અલ્લાહ કો પ્યાર હો ગયે હે.. અબ્બુ..કિસકી મા..ચલ બસી..તો કિસીકા બેટા..તો કિસકી લાડલી બેટી… આટલું બોલતા આયેશા ની આંખ માં આંસુ અો નો સૈલાબ ઉમટી પડ્યો…
એની અમ્મી આયેશા પાસે ગયી…ને કહ્યું, બેટી…હમ ક્યા કર સકતે હે?
આયેશા એ કહ્યું, અમ્મી..અબ્બુ..આ વખતે આપણે ઈદ સાદગી થી મનાવીએ તો ચાલશે?
અબ્બુ ઈદ માટેના પૈસા આપણે જરૂરત મંદ ને આપીશું…જેથી એ લોકો પણ ઈદ નો તહેવાર ઉજવી શકે…
ને આયેશા ના અબ્બુ ને અમ્મી પોતાની આટલી સમજદાર દીકરી ને ગલે લગાવી ને કહ્યુ, બેટી…તારી આ ઈચ્છા જરૂર પૂરી થશે…આયેશાની બધી સહેલી એ પણ આ ઈદ સાદગી થી ઉજવવાનું નક્કી કર્યું…
આયેશા એ બે હાથ ઊંચા કરી પરવરદિગાર ની બંદગી કરી ને કહ્યું,
અલ્લાતાલા..
પુરી માનવજાત પર રહેમ કર… સબકી હિફાજત કર…
અને પૂરો પરિવાર એકસાથે બોલી ઉઠ્યો…આમીન…
-રીટા મેકવાન “પલ” સુરત..
૨૩.૫.૨૦૨૦.
Categories: Rita Mekwan