Dr. Akhtar Khatri

પ્રેમ

મૌન સમજાય તો જ સફળ છે પ્રેમ,
નહીં તો પછી, પળ બે પળ છે પ્રેમ.

તરસ, તડપની પણ મોજ છે એમાં,
નહીં તો લાગશે કે મૃગજળ છે પ્રેમ.

દૂર હોય કે પાસે, મમત રહે કાયમી,
તોડે બધી જ હદ, એ બળ છે પ્રેમ.

ઘણાં પ્રશ્નો તેમાં, ઉત્તર વગરના ય,
એટલે માને બધા કે અકળ છે પ્રેમ.

અપેક્ષાઓ જ્યાં વધારે છે ‘અખ્તર’
બંનેને લાગશે કે ફક્ત છળ છે પ્રેમ.

-ડો. અખ્તર ખત્રી

Categories: Dr. Akhtar Khatri

Leave a Reply