Payal Unadkat

આપણે

ચંદ્રમાને આંગણામાં નોતરીશું આપણે,
ચાંદનીની ઠંડકે થોડાં ઠરીશું આપણે,

ચાંદનીને પણ પિયર લાગે જ્યાં થોડું ઢૂંકડું,
ચિત્ર એ બ્રહ્માંડના પણ ચીતરીશું આપણે,

તારલાને પણ ગમે આરામ કરવો બે ઘડી,
ઓસરીમાં ઘાસ થોડું પાથરીશું આપણે,

આગમનથી એમના અજવાળવાને આયખું,
વીજસમ ઝબકાર દીવાના કરીશું આપણે,

સત્ય નિષ્ઠાને ફરજથી જીવશું જીવન ભલે,
અંતમાં હસતા મુખે ઈશમાં સરીશું આપણે.

-પાયલ ઉનડકટ

Categories: Payal Unadkat

Leave a Reply