ગઝલ – સમજી લીધી..
જિંદગી ને જીવવાની ફિલસુફી સમજી લીધી,
મોત વેળાની અમાનત પારકી સમજી લીધી,
સાકીએ જે જામ માં આપી મદિરા પી લીધી,
ઉપદેશાતી ક્ષણો ને આખરી સમજી લીધી
હોઠ પરની વાત હૈયા ને કહી દીધી અને,
એમણે આ લાગણી ને શાયરી સમજી લીધી;
આપતા તો આપી દીધું દિલ આ મારું તને,
સાવ સાદી વાતને તે માંગણી સમજી લીધી,
તરબતર થઇ દોડે છે તું મારી રગરગ માં “દિલીપ”.
લોહી નિતરતી લીલી છમ લાગણી સમજી લીધી;
-દિલીપ વી ઘાસવાલા
Categories: Dilip Ghaswala