(ગાગાલગા ગાગાલગા ગા)
સુંદર સલોની સૃષ્ટિ છે તું,
મનને મળી એ તૃપ્તિ છે તું,
વરસે વધું કે રાખતી કોરા,
વામન વિશાળ વૃષ્ટિ છે તું,
અકળાતું સર્વત્ર ફરે જે,
પામે પરમ સંતુષ્ટિ છે તું,
હર જીવને મનગમતું આપે,
પાવન પવિત્ર પુષ્ટિ છે તું,
નજરે ધરે ના ત્રુટીઓને,
ઈશ્વર દયાની મૂર્તિ છે તું.
-પાયલ ઉનડકટ
Categories: Payal Unadkat