મેં માથે ઉપાડી હેલ હેમની રે!
મારી સાથે છે સહિયર ગામની રે!
કાના મારગડો મારો રોક મા રે!
મારે શીરે ઉપાધિ છે કામની રે!
મારો પાલવડાને તું ખેંચમાં ને!
થોડી શરમ તો રાખ તું નામની રે!
મને સપને આવીને સતાવતો જે,
આજ યાત્રા કરાવે ચારોધામની રે!
હેતે માથેથી હેલ મારી ઉતારી,
વ્હાલે રેલાવી બંસરી પ્રેમની રે!
-પાયલ ઉનડકટ
Categories: Payal Unadkat