જીંદગીનું સરનામું, એ તારું નામ છે,
સરસ અને મજાનું, એ તારું નામ છે.
સેંકડો કવિતાઓ લખી મેં જેની પર,
સુંદર રંગીન પાનું, એ તારું નામ છે.
કર્યું બધું જ તને અર્પણ ને હ્રદયમાં,
ધબકે જે છાનુંછાનું, એ તારું નામ છે.
ન નિહાળું તારા સિવાય કશું પણ હું,
કારણ ન એનું જાણું, એ તારું નામ છે.
અર્ચના કરે છે ‘#અખ્તર’ જેની કાયમ,
સ્વરૂપ પ્રભુનું નાનું, એ તારું નામ છે.
-Dr. Akhtar Khatri
Categories: Dr. Akhtar Khatri