હું દીવો બની અજવાળું તને,
તું આવ જરા પ્રગટાવ મને…
હું તડકો બની સ્પર્શું તને,
તું સુરજ બની રેલાવ મને…
તું વેલ બની વીંટળાય મને,
હું વૃક્ષ બની વળગું તને…
હું સુગંધ બની મહેકાવું તને,
તું ફૂલ બની અપનાવ મને…
તું નદી બની માંગ મને,
હું દરિયો બની સમાવું તને…
હું ટહુકો બની વહાવું તને,
તું વસંત બની બોલવ મને…
હું શ્વાસ બની શ્વસું તને,
તું દિલ બની ધડકાવ મને..
હું આઇનામાં દેખું તને,
તું પ્રતિબિંબ તારું બનાવ મને…
હું મારા નામથી બોલવું તને,
તું તારા નામથી બોલાવ મને…
હું જિંદગી મારી બનાવુ તને,
તું હમસફર તારો બનાવ મને…!!!
-અજ્ઞાત
Categories: Poems / कविताए