વિતી ગયેલી કાળરાતનું હવન કરીએ,
હૈયે ભરેલા જઝબાતનું ભજન કરીએ,
ઉકેલી સુખ-દુઃખના સર્વ સમીકરણો,
સરવાળા હેતના નિજ ભવન કરીએ,
ઊગતાને અવરોધે એ નિંદામણ કરી,
મ્હોરી શકે મન એવું ઉપવન કરીએ,
સુંઘાડી સંજીવની બુટ્ટી પ્રેરણાતણી,
આ જીવન રણને લીલેરું વન કરીએ,
ખર્યા પછી જવાનું જ છે એને શરણ,
ધરી શ્યામને ધન્ય આ જીવન કરીએ.
-પાયલ ઉનડકટ
Categories: Payal Unadkat