SELF / स्वयं

તમારી 50રૂપિયાની નોટ મળી છે

વીજળીના એક થાંભલા પાર કાગળની એક ચિઠ્ઠી લગાવેલી હતી. હું નજીક ગયો અને એ વાંચવા લાગ્યો! એના પર લખ્યું હતું…

“આ રસ્તા પર કાલે મારા 50 રૂપિયા પડી ગયા છે. મને બરાબર  મહેરબાની કરીને જેને મળે તે નીચેના સરનામે પહોંચાડી દે….

સરનામું……

…………………….

…………………….”

આ વાંચીને મને ઘડીક તો અચરજ થયું કે 50 રૂપિયા જેના માટે આટલા બધા કિંમતી હોય તે વ્યક્તિને મળવું જ જોઈએ, હું એમાં બતાવેલા એડ્રેસ પર ગયો અને જઈને દરવાજો ખટખટાવ્યો તો એક અતિ વૃદ્ધ માજીએ દરવાજો ખોલ્યો. માજી સાથેની વાતમાં એટલો ખ્યાલ તો આવ્યો કે માજી એકલાં જ છે. અને તેમની આગળ-પાછળ કોઈ નથી. મેં માજીને કહ્યું કે “તમારી ખોવાયેલી 50 રૂપિયાની નોટ મને મળી છે એ આપવા આવ્યો છું.”

આ સાંભળીને માજી રડવા લાગ્યા અને રડતાં-રડતાં કહ્યું કે “બેટા, અત્યાર સુધીમાં 200 માણસો મને 50 રૂપિયા દઈ ગયા છે! હું અભણ છું અને એકલી રહું છું, નજર પણ કમજોર છે. કોણ જાણે કોણ એ ચિઠ્ઠી લગાવી ગયું છે!!”

બહુ જીદ્દ કરી ત્યારે માજીએ 50 રૂપિયા તો લઇ લીધા, પણ એક વિનંતી કરી કે “બેટા જતી  ચિઠ્ઠી ફાડીને ફેંકી દેજે.”

મેં હા તો પડી દીધી, પણ મારા ઝમીરે મને વિચારવા મજબૂર કરી દીધો કે મારા પહેલા જેટલા લોકો આવ્યા હશે તેમને પણ માજીએ ચિઠ્ઠી ફાડવાનું કીધું હશે. તે કોઈએ ચિઠ્ઠી ન ફાડી તો હું શા માટે ફાડું!!!

પછી હું એ માણસનો વિચાર કરવા લાગ્યો કે તે કેટલો દિલદાર હશે જેને એક મજબૂર માજીની મદદ કરવા માટે આવો વિચાર આવ્યો. હું તેને આશીર્વાદ દેવા મજબૂર થઇ ગયો.

કોઈને મદદ કરવા માટે રસ્તા તો ઘણા છે, પણ નિયત સારી હોવી જોઈએ.

*******

નોંધ:- આ વાર્તા લોક ડાઉન ના સમયમાં મળેલા ટોપ 5 મેસેજમાંથી એક છે, એટલે હું શેર કર્યા વગર રહી ના શક્યો, પણ મને આ લખનાર નું નામ કે નંબર ખબર ના હોવાથી જે મેસેજ મને મળ્યો હતો એજ સીધો અહીં નીચે ફોટો સ્વરૂપે મુકું છું.

Leave a Reply