Payal Unadkat

હશે

(ગાલગાગા ગાલગાગા ગાલગા)

કંટકો પર ફૂલ થર કરતી હશે,
મા જ સુંવાળી ડગર કરતી હશે,

જે સફરમાં ચાલતા મારા કદમ,
રાહ એ સુખથી સભર કરતી હશે,

થાય મન આ જો કદી બેબાકળું,
પ્રેમથી એને સબર કરતી હશે,

એક નાની જીદ જો આ મન કરે,
પૂરવા માટે કસર કરતી હશે,

વાસ વૃદ્ધાશ્રમમાં કરવો પડે,
તો ય મા આશીષ અધર કરતી હશે,

દોષ મારા ઢાંકતી પાલવતળે,
ને સફળતાની ખબર કરતી હશે,

ડાંટથી ફટકારશે સુધારવા,
આંખ એની તરબતર કરતી હશે.

-પાયલ ઉનડકટ

Categories: Payal Unadkat

Leave a Reply