(ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા)
કેટલા રૂઆબથી ફરતા રહે છે દરબારમાં,
એ કરે દુષ્કર્મ તો દેખાય ના અખબારમાં,
રાખવા સંભાળ પાણીના સબંધો માનવી,
બાંધવો સંગાથ તોડે ગાંઠ એ પળવારમાં,
કામ જેને કંઇ ના બીજા ઉપર માંડે નજર,
શાસ્ત્ર એના પર લખે ને ખુદ રહે ચકચારમાં,
ધૂન એવી સાંભળે આઠે પ્રહર મન જે કહે,
એ લખાવે નામ એનું કેમ રે ફનકારમાં,
પ્રાણ પૂરે પીંડમાં એ છે જગતના તાતસમ,
કેટલી શીદ્દત હશે કુંભારના ઠપકારમાં?
-પાયલ ઉનડકટ
Categories: Payal Unadkat