માઇક્રોફિક્સન શીર્ષક:- સેમિનાર
ગામડાની વચ્ચે આવેલી પ્રાથમિક શાળામાં ‘કુદરતી આફત’ વિશેના સેમિનારમાં શાળાના મેદાનમાં ઊભાં કરાયેલા મંચ પરથી રાજકીય આગેવાન બાળકોને સમજણ આપી રહ્યા હતાં.
અચાનક સમિયાણું અને સાથે મંચ હલતાં, અણધારી આવેલી કુદરતી આફતના અણસારના ભાગે સૌ મેદાન તરફ દોડ્યાં. મંચ પડવાની રાહ જોતાં સૌ ઊભાં હતાં ત્યાં શાળા નજીકના એક મકાનની છત પર ઉભેલા બાળક દ્વારા મંચ ઊભા કરવા બાંધેલા દોરડાંમાં ફસાયેલી પતંગનો દોર ખેંચતાં જોઈ આગેવાન બોલ્યાં આતો કૃત્રિમ આફત…
લેખક: ઉજાસ વસાવડા
મો.9913701138
ઇમેઇલ:ujasvasavada@gmail.com
Categories: Ujas Vasavda