Payal Unadkat

વંદન

(લગાગાગા×4)

ખુમારી કાળજે રાખી એશો આરામ ત્યાગે છે,
કરીને વ્યક્તિની સંભાળ એ વાયરસને નાથે છે,

સફાઈ ગામની રાખે હજારો છે નમન એને,
નિરોગી રાખવા સૌને શ્રમિકો જાત બાળે છે,

કરે છે કાળજીથી એ બધી પરવાહ દરદીની,
તબીબી લોક ને વંદન, એ આખી રાત જાગે છે,

ઘડી દીધા ઘણા નિયમો, મહામારીને ટાળે જે,
અદ્રશ્ય શત્રુને હણવા, જવાનો હાંક મારે છે,

છે દાતારી રગેરગમાં ખજાના ખોલી દીધા છે,
સલામી દાનવીરોને, ગરીબો હાશ પામે છે.

અનોખો દેશ છે મારો અનોખી છે પ્રજા એની,
વિપતટાણે બનીને એક, આફતને ભગાવે છે,

નથી નામો બધાંના તક્તીમાં સેવા ઘણી કરતાં,
કરું સાષ્ટાંગ વંદન એમને અસ્તિત્વ હારે છે.

-પાયલ ઉનડકટ

Categories: Payal Unadkat

Leave a Reply