ગઝલ – વરસાદમાં..
આંગણું કોરું રહ્યું વરસાદમાં ;
જાણે હો દીવાલ આડે આભમાં.
આમ પણ કયાં દૂર છે તું મારાથી ?
જાય ને આવે છે શ્વાસોશ્વાસમાં.
દૂર કોઈ એક પરદો સળવળે ;
કેટલી વાતો ખુલી છે વાતમાં ?
સાંજ ઢળતા એ વળે માળા ભણી ;
જોમ છલકાતું રહે છે પાંખમાં .
ધ્રુવ તારક છું તમારા પ્રેમનો ;
આ “દિલીપ” ચમકી જશે આકાશમાં .
-દિલીપ વી ઘાસવાળા
Categories: Dilip Ghaswala