વિષય:- નદી – તાપી માતાને અર્પણ… તાપીમાતાના જન્મદિવસ નિમિત્તે….
જળ વિના સળગી મરે તાપી નદી ;
શિકાયત કોને કરે તાપી નદી ?
લોકમાતા રકતનાં આંસુ સારે ;
કેટલા જુલ્મો સહે તાપી નદી ?
કાંપ કચરાથી પ્રદુષિત હોય જો ;
તો પછી કોને ગમે તાપી નદી ?
શ્વાસ જળકુંભી વચાળે રુંધાયો ;
“કોઇ ઉગારો” ચિસે તાપી નદી .
ધબકતી છું હું હજી યે ભુતળે ;
વિનવી બસ નમે તાપી નદી .
જળ ભરો આ સૂર્ય પુત્રીમાં “દિલીપ” ;
સૂકી આંખે કરગરે તાપી નદી.
-દિલીપ વી ઘાસવાળા
Categories: Dilip Ghaswala