Dr. Nimit Oza

સોશિયલ ડીસ્ટન્સીંગ અને માસ્ક

શરૂઆતમાં મને પણ આ સમજાતું નહોતું. ફક્ત ‘સોશિયલ ડીસ્ટન્સીંગ અને માસ્ક’ પહેરીને આપણે કોરોનાને કેવી રીતે હરાવી શકીએ ? But, it’s a fact.

હવે, આ માસ્કનું ગણિત શું છે અને ફક્ત માસ્ક દ્વારા જ આપણે કોરોનાને કઈ રીતે હરાવી શકીએ ? એ સમજીએ.

માસ્ક પહેરવાના મુખ્ય બે કારણો છે. એક તો જેણે પહેર્યું છે, એ વ્યક્તિને ઇન્ફેક્શનથી બચાવવા માટે અને બીજું જે ઓલરેડી ઈનફેક્ટેડ છે, એમનાથી બીજાને બચાવવા માટે. ક્લીઅર ? તો આગળ વધીએ.

હવે, જે ‘Wearer’ છે એટલે કે જેણે માસ્ક પહેર્યું છે, એને પ્રોટેક્ટ કરવાનું કામ અઘરું છે. કારણકે એ સંજોગોમાં મેડિકલ ગ્રેડનું માસ્ક જોઈએ. પણ દરેકની એની જરૂર નથી. કેમ ? આ બહુ ઈન્ટરેસ્ટીંગ છે.

માસ્કનો મુખ્ય હેતુ ‘ટ્રાન્સમીશન’ (એટલે કે વાઇરસનો ફેલાવો) અટકાવવાનો છે. અને સૌથી વધારે જરૂરી છે. જો કોઈ એક પોઝીટીવ દ્વારા ઈવન કોઈ એક વ્યક્તિને થતું ટ્રાન્સમીશન પણ જો અટકાવી શકાય, તો એની ઈમ્પેક્ટ ઓવર-ઓલ ખૂબ મોટી આવશે.

વાઈરસનું ‘આઉટવર્ડ ટ્રાન્સમીશન’ (એટલે કે પોઝીટીવ વ્યક્તિમાંથી બીજાને) થતું અટકાવવું વધારે સહેલું છે. કારણકે આ અટકાવવા માટે કોઈપણ સ્વચ્છ કપડું માસ્ક તરીકે વાપરી શકાય. ઓઢણી, રૂમાલ કે બીજું કાંઈ પણ.

COVID-19નો મુખ્ય ટ્રાન્સમિશન રૂટ પોઝીટીવ વ્યક્તિઓના નાક અને મોઢામાંથી નીકળતા ડ્રોપલેટ્સ છે. આ ડ્રોપલેટ્સ છીંક ખાતી વખતે, ઉધરસ ખાતી વખતે કે ઈવન વાતો કરતી વખતે પણ નીકળતા હોય છે. છીંક સૌથી ડેન્જરસ છે કારણકે ફોર્સને કારણે ડ્રોપલેટ્સનું વહન દૂર સુધી થઈ શકે છે. ત્યાર પછી ઉધરસ અને છેલ્લે વાતચીત.

હવે, વાતાવરણમાં આ ડ્રોપલેટ્સમાં રહેલા પાણીનું બાષ્પીભવન ઝડપથી થઈ જવાથી, બહુ જ જલ્દી તેઓ અત્યંત સૂક્ષ્મ પાર્ટીકલ્સમાં (જેમાં વાઈરસીસ હોય છે) કન્વર્ટ થઈ જાય છે. આ માઈક્રો-પાર્ટીકલ્સ ‘પોઝીટીવ’ કેસીસના સંપર્કમાં રહેતા (કે રહેલા) લોકોના શ્વાસમાં જવાની પૂરી શક્યતાઓ રહે છે. આવા વ્યક્તિઓ જેવા કે મેડિકલ વર્કર્સ માટે એક સ્પેશીયલ પ્રકારનો પહેરવેશ (PPE) કે માસ્ક (N-95) જરૂરી છે. કારણકે માત્ર N-95 માસ્ક જ વાઇરસને અંદર પ્રવેશતા અટકાવી શકે છે. પણ મુદ્દો એ નથી. મુદ્દો એ છે કે કોઈ નવા વ્યક્તિમાં વાઈરસના પ્રવેશ કરતા વધારે મહત્વનું છે, ‘સોર્સ કંટ્રોલ’. એટલે કે પોઝીટીવ વ્યક્તિઓમાંથી બહાર નીકળતા ડ્રોપલેટ્સને અટકાવવા. જે કામ સાદા કપડા કે સિમ્પલ માસ્કથી પણ થઈ શકે છે.

ઈન ધેટ કેસ, આપણે કયું માસ્ક પહેર્યું છે ? એ મહત્વનું નથી રહેતું. પણ સામેવાળાએ માસ્ક પહેર્યું છે કે નહીં ? એ મહત્વનું બની જાય છે. (જનાબ, ગૌર કરીએગા). એનો અર્થ એમ કે આપણા પ્રોટેક્શન માટે સામેવાળાનું માસ્ક જરૂરી છે અને સામેવાળાને પ્રોટેક્ટ કરવા માટે આપણું.

આપણા માટે સારા સમાચાર એ છે કે ઈનફેક્ટેડ વ્યક્તિઓમાંથી બહાર નીકળતા વાઈરસ અટકાવવા વધારે ઇઝી છે. સોર્સ કંટ્રોલની થિયરીને સાદી રીતે સમજીએ તો, પાણીના પાઈપમાંથી બહાર નીકળતા ટીપાંઓ સામે રક્ષણ મેળવવા કરતા, નળ બંધ કરી દેવો વધારે ઈઝી છે.

રિસર્ચ (1) એવું કહે છે કે સાવ સાદું કોટન માસ્ક પણ આપણા મોઢામાંથી નીકળતા વાઈરસ પાર્ટીકલ્સને 99% સુધી ઘટાડી નાખે છે. (2) આ ઘટાડાને બે ફાયદાઓ છે. જેટલા ઓછા વાઈરસ પાર્ટીકલ્સ એટલી ઇન્ફેક્શન ટાળી શકવાની શક્યતા વધારે અને જો કોઈ ઇન્ફેક્ટ થાય, તો તેનામાં વાઈરલ લોડ ઓછો હોવાને કારણે માઈલ્ડ ઈલનેસ હોય.

COVID-19 ને કંટ્રોલ કરવું એટલે અઘરું બન્યું છે કારણકે ઇન્ફેક્ટેડ વ્યક્તિની જાણ કે તેને લક્ષણો જણાય, એ પહેલા તેના દ્વારા અનેક લોકોને ટ્રાન્સમીશન થઈ ચુક્યું હોય છે.

આનો અંત કેવી રીતે આવી શકે ?

દરેક ઇન્ફેક્શનનો એક રીપ્રોડક્શન રેટ હોય છે, જેને R કહીએ. જો R 1.0 હોય તો એનો અર્થ એમ કે એક ઇન્ફેક્ટેડ વ્યક્તિ, અન્ય એકને સંક્રમિત કરે છે. ૧૯૧૮માં થયેલા પેન્ડેમિક ફ્લ્યુનો R 1.8 હતો. એટલે કે એક ઇન્ફેક્ટેડ વ્યક્તિ, ઓન એન એવરેજ, બે વ્યક્તિઓને સંક્રમિત કરી શકે.

COVID-19નો R કેટલો છે?

સોશિયલ ડીસ્ટન્સીંગ અને માસ્કની ગેરહાજરીમાં આ R 2.4 છે. હવે જો કોઈ રોગને સમાજમાંથી જડમૂળથી નાબુદ કરવો હોય તો એનો R <1.0 હોવો જોઈએ. એટલે કે એકથી ઓછો. Rનું મૂલ્ય જેટલું ઓછું, રોગ એટલી ઝડપથી નાબુદ થઈ શકે. ગણિત એવું છે કે જો પોપ્યુલેશનના ૮૦ % લોકો માસ્ક પહેરે (જે ૬૦ % અસરકારક હોય), જે કોઈપણ સ્વચ્છ કપડા, રૂમાલ કે ઓઢણીથી અચીવેબલ છે, તો આપણે આ R ને 1.0ની નીચે લાવી શકીએ. રોગ ફેલાતો અટકાવવા માટે આટલું જ કરવાનું છે.

(3) સોશિયલ ડીસ્ટન્સીંગ અને માસ્ક. આ બેના જ ઉપયોગ દ્વારા ટ્રાન્સમીશન કાબુમાં આવી શકે છે. અને એ માટે આપણે જ જવાબદારી લેવી પડશે. સરકાર, ડોક્ટર્સ કે હેલ્થકેર સિસ્ટમ્સ ધારે તો પણ આપણી મદદ નહીં કરી શકે.

(4) ફક્ત એ વ્યક્તિઓ જેમની રોગપ્રતિકારક શક્તિ ખૂબ ઓછી છે, અથવા જેઓ પોઝીટીવ વ્યક્તિના ક્લોઝ કોન્ટેક્ટમાં છે, એમના માટે N-95 માસ્ક જરૂરી છે (જે અવેલેબલ છે.) બાકી બહુ સાદું ગણિત છે.

Your mask is protecting me, My mask is protecting you.

કોઈપણ દેશમાં માસ્ક પહેરનારુ પોપ્યુલેશન જેટલું વધારે, એટલા મૃત્યુ ઓછા. ઉદાહરણ તરીકે આ પેન્ડેમિકની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં હોંગ-કોંગમાં કોવીડથી નોંધાયેલા મૃત્યુ ફક્ત ૪ છે.

(5) કારણકે ત્યાં આગળ જનતાનો compliance rate 100 % છે.

(6) એટલે કે દેશના તમામ લોકો હેલ્થકેર રુલ્સ ફોલો કરે છે.

Let’s not complicate this further. ટૂંકમાં, જેમણે માસ્ક નથી પહેર્યું એમને ક્યાંય એન્ટ્રી ન મળવી જોઈએ. તમારી સામે રહેલી વ્યક્તિએ માસ્ક નથી પહેર્યું તો તમે તેમને ‘હકથી’ અને ‘વટથી’ પીઠ બતાવી શકો છો. આપ નઝરે ભી ચુરા સકતે હોં, રાસ્તા ભી બદલ સકતે હોં.

1. થોડું સ્ટ્રીક્ટ રહેવું પડશે. માસ્ક પહેર્યા વગરના લોકોને ક્યાંય પણ પ્રવેશ ન મળવો જોઈએ. ન તો પ્રોવિઝન સ્ટોરમાં, ન તો પેટ્રોલ પંપ પર, ન તો બેંકમાં, ન તો દવાખાનામાં.

2. સોશિયલ ડીસ્ટન્સીંગ (સાંભળું તારો સૂર, સાંવરિયા, એટલો રહેજે દૂર ! -નિરંજન ભગત)

3. સોર્સ કંટ્રોલ કરશું, તો જ અફસોસને કંટ્રોલ કરી શકશું.

-ડૉ. નિમિત્ત ઓઝા

( તમારા રેફરન્સ માટે જરૂરી અને ઉપયોગી લીન્ક્સ નીચે મૂકી છે.)
આપણને ખબર છે કે વેક્સીન બનતા વાર લાગશે. મહિનાઓ પણ લાગી શકે અને વર્ષો પણ. પરંતુ ત્યાં સુધી સમાજને સુરક્ષિત રીતે કાર્યક્ષમ રાખવાનો ઉપાય આપણા જ હાથમાં છે. જો પગમાં પડેલી બેડીઓ તોડવી હશે, તો મોઢા અને હાથ પર સાંકળ બાંધવી જરૂરી છે.

1. https://www.preprints.org/manuscript/202004.0203/v1
2. https://www.nejm.org/doi/full/10.1056/NEJMc2007800
3. https://www.preprints.org/manuscript/202004.0203/v1
4. https://www.fast.ai/2020/04/13/masks-summary/
5.https://www.google.com/searchq=how+many+deaths+in+hongkong+due+to+covid&oq=how+many+deaths+in+hongkong+due+to+covid&aqs=chrome..69i57.8875j0j7&sourceid=chrome&ie=UTF-8
6. https://www.sciencedirect.com/science/article/pii/S2468266720300906

Categories: Dr. Nimit Oza

Leave a Reply