ઓ વહાલી મારી “મા”
તને પ્રણમુ 🙏💐
💐” મા”💐
ઈશ સમ તું
ઓ, વહાલી મારી મા
તને પ્રણમુ….
ઓ જન્મદાત્રી
રક્તનું બુંદેબુંદ
ઋણી છે તારું..
માના કૂખમાં
નવ માસ રહી, તું
બન્યો માનવ…
માના ગર્ભમાં
બેટી હણાઈ ગઈ
તમાશા બીન
જગત જોઈ રહ્યું
પુત્ર પામવા કાજે…
શ્વાસોચ્છવાસ નું
સ્પંદન
રટે
મા , તારું જ એક નામ..
-રીટા મેકવાન “પલ”
Categories: Rita Mekwan