Payal Unadkat

ગઝલમાં

(લગાગા લગાગા લગાગા લગાગા)

બધી વાત વ્હાલી વણી લો ગઝલમાં,
હ્રદય સાચવેલું સ્મરી લો ગઝલમાં,

ના મત્લા ના મક્તા ના છંદે મઢો પણ,
રચી સૂર ગમતો ઢળી લો ગઝલમાં,

ના ફૂલો બિછાવી શકો સંમતિના,
અરે! આવકારો કરી લો ગઝલમાં,

શરીરે ના તાકાત ના રૂપ રંગો,
છે મોકો જુવાની ભરી લો ગઝલમાં,

કબીરા કે મીરા બની ના શકો તો,
લખી શેર ઉત્તમ સરી લો ગઝલમાં,

સમર્પિત કર્યા દેશ માટે સુખોને,
અમર છે શહીદો લખી લો ગઝલમાં,

સમયના પ્રહારે ધરી મૌન બેઠા,
ખુમારી બધી આવરી લો ગઝલમાં,

ના નફરત ભરી છે હ્રદયમાં અમારા,
સહજ શબ્દને પાથરી લો ગઝલમાં,

છે સંસાર સાગર વમળથી ભરેલો,
કલમ ને કાગળ લૈ તરી લો ગઝલમાં.

-પાયલ ઉનડકટ

Categories: Payal Unadkat

Leave a Reply