Dr. Nimit Oza

સાબુથી હાથ ધોવા કે હેન્ડ સેનિટાઈઝર લગાડી દેવું ?

એક પેશન્ટે મને પૂછેલા પ્રશ્નનો જવાબ તમારી સાથે શેર કરું છું. પેશન્ટે મને પૂછ્યું કે ‘વધારે અસરકારક શું છે ? સાબુથી હાથ ધોવા કે હેન્ડ સેનિટાઈઝર લગાડી દેવું ?’. I just thought કે આનો જવાબ કદાચ બધાને ઉપયોગી થશે.

સૌથી પહેલા એ જોઈએ કે સાબુ શું કામ કરે છે ? : કોઈપણ રેગ્યુલર સોપનું કામ હોય છે ચામડી પર લાગેલી ધૂળ, માટી કે જીવાણુઓને સ્કીનથી સેપરેટ કરવાનું. પોઈન્ટ ટુ બી નોટેડ, ‘સેપરેટ’ કરવાનું.

એનો અર્થ એ થયો કે રેગ્યુલર soaps બેક્ટેરિયા કે વાઈરસીઝને ‘Kill’ કરે એ જરૂરી નથી. તેઓ ફક્ત આપણી ત્વચા કે હાથ પર રહેલા બેક્ટેરિયા કે વાઈરસીઝને ચામડી પરથી સેપરેટ કે લીફ્ટ કરીને પાણીમાં ધોઈ નાંખે છે. હાર્વર્ડ યુનિવર્સીટીના બાયોલોજીકલ સાયન્સના ગ્રેબ્રીયલ રેન્જેલે સૌથી પહેલા આ વાત સમજાવેલી.

કેટલાક અભ્યાસો એવું માને છે કે સાબુ હાથ પર રહેલા વાઈરસને ‘ડીએક્ટીવેટ’ કરી શકે છે. વોટેવર ઈટ ઈઝ, હકીકત એ છે કે સાબુથી વ્યવસ્થિતરીતે હાથ ધોવામાં આવે તો ચામડી પરથી લીફ્ટ થઈને સાબુના ફીણથી વાઈરસ અને અન્ય જીવાણુઓ પાણીથી ધોવાઈ જાય છે. પણ આ કરવા માટે પૂરી એકાગ્રતા, દ્રઢ નિશ્ચય અને મજબૂત મનોબળ સાથે હાથ ધોવા પડે છે. આ રીતે હાથ ધોવાની પ્રક્રિયાને ‘હેન્ડ-વોશ’ નહીં પણ ‘સ્ક્રબ’ કહેવામાં આવે છે. (Please google the word ‘SCRUB’)

યેસ, આઈડીયલી ’૨૦ સેકન્ડ્સ’ સુધી સ્ક્રબ કરવું જોઈએ પણ હાથ ધોતી વખતે ઘડિયાળ કોણ પહેરી રાખે છે ? તો એનો રસ્તો છે કે ‘હેપ્પી બર્થ ડે ટુ યુ’ સોંગ બે વખત ગાવું. ( તમે ગમે તેટલું ખરાબ ગાતા હોવ ? WHO CARES) અથવા ૧૦૦૧ થી ૧૦૨૦ સુધીની ગણતરી કરો.

તમે ગરમ પાણી વાપરો છો કે ઠંડુ ? એનાથી કોઈ ફેર નથી પડતો. પણ પ્લીઝ, હાથ ધોવાનો કંટાળો ન લાવતા. કારણકે રીસર્ચ એવું કહે છે કે ફક્ત ૫ % લોકો જ સરખી રીતે હાથ ધોતા હોય છે. (બાકીના બધા પાણીનો વહાલભર્યો સ્પર્શ માણીને માનસિક સંતોષ મેળવતા હોય છે.)
હવે વાત કરીએ ‘હેન્ડ-સેનીટાઈઝર્સ’ની : તેઓ અલગ રીતે કામ કરે છે. તેઓ વાઈરસના આઉટર કોટિંગને નષ્ટ કરે છે. અને આજના સમયમાં કોણ નથી ઈચ્છતું કે કોરોનાની બાહ્ય દીવાલને એક્સ્પ્લોઝ્નથી ઉડાવી દેવામાં આવે.

પણ…… સૌથી મહત્વની વાત એ છે કે કોઈપણ સેનીટાઈઝરમાં એટલીસ્ટ ૬૦ % આલ્કોહોલ હોવું જોઈએ. આ તેની મીનીમમ રીક્વાયરમેન્ટ છે. નાવ, અ બોલ્ડ સ્ટેટમેન્ટ. ‘હેન્ડ સેનીટાઈઝર્સ સાબુ અને પાણીથી કરવામાં આવતા સ્ક્રબીંગ જેટલા અસરકારક નથી.’ આ હું નથી કહેતો CDC કહે છે. આ રહી એની લીંક (https://www.cdc.gov/handwashing/show-me-the-science-hand-sanitizer.html) પછી વાચી લેજો.

હકીકતમાં આપણે એ પણ નથી જાણતા હોતા કે જે સેનીટાઈઝરનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ, એ જીન્યુઈનલી કેટલા ઈફેક્ટીવ છે ? કારણકે હેન્ડ સેનીટાઈઝર્સ પર લેબોરેટરી ટેસ્ટ એવી જ કંપનીઓ દ્વારા થાય છે જે કંપનીઝ હેન્ડ સેનીટાઈઝર્સ બનાવતી હોય અને એટલું જ નહીં, એ ટેસ્ટના પરિણામો પણ પબ્લિક નથી કરવામાં આવતા. જો આપણા હાથ પર તેલ કે ધૂળ લાગેલા હશે, તો હથેળી પર બની ગયેલા એક લેયરને કારણે સેનીટાઈઝર અંદર સુધી પહોંચશે પણ નહીં.

એટલે જો તમે એવું માનતા હોવ કે ‘હેન્ડ સેનીટાઈઝર્સ’ની નદીઓ વહેવડાવવાથી તમે કોરોનામુક્ત રહી શકશો, તો ભ્રમમાં ન રહેતા. The concept of Protection against corona by hand-sanitizers, I personally will take that with a pinch of salt.

આમ પણ આજકાલ જે રીતે હેન્ડ-સેનીટાઈઝર્સના રાફડા ફાટ્યા છે, એ જોતા તો એના પર બિલકુલ ભરોસો કરાય એમ નથી. ઉદાહરણ તરીકે જે સેનીટાઈઝર અમે હોસ્પિટલ અને સર્જરી માટે વર્ષોથી ઉપયોગમાં લેતા આવ્યા છીએ, એ હવે અવેલેબલ નથી કે આઉટ ઓફ સ્ટોક છે. એની જગ્યાએ મારી નજરમાં આજે એક તદ્દન નવું હેન્ડ-સેનીટાઈઝર આવ્યું છે. એ ભાવનગરમાં બને છે. (તમારા શહેરમાં પણ આવા અનેક સેનીટાઈઝર્સ બનવા લાગ્યા હશે, જેના ક્વોલીટી કંટ્રોલ વિશે કોઈને જાણ નહીં હોય.) તો ભાવનગરમાં બનેલા આ સેનીટાઈઝરના કન્ટેન્ટ્સ મને તો ગળે નથી ઉતરતા. એમાં છે એલોવીરા, ગ્લીસરીન, ટ્રાયઈથેનોલામીન, IPS (હવે મેં આ આઈ.પી.એસ બહુ શોધ્યું પણ એ શું છે, મને એ ખબર જ ન પડી), પરફ્યુમ અને ડીસ્ટીલ વોટર. (બસ લીસ્ટ પૂરું.)

ટૂંકમાં, કોરોના સામેની જંગમાં એવા હથિયારો ન ચાલે, જેની ગુણવત્તા પર જ શંકા હોય.

ટેકહોમ મેસેજ :

૧. હેન્ડ-સેનીટાઈઝરની ટાંકીઓ ભરી રાખવાથી કે એનો શાવર લેવાથી એવા ઓવર-કોન્ફીડન્સમાં ન આવી જવું કે આપણે ‘GERM-FREE’ છીએ.

૨. કોઈપણ સંજોગોમાં હાથને ચહેરાથી દૂર જ રાખવા ( આ અઘરું છે પણ ટેવ પાડવી પડશે.)

૩. कोई हाथ भी न मिलाएगा जो गले मिलोगे तपाक से
ये नए मिज़ाज का शहर है ज़रा फ़ासले से मिला करो (બશીર બદ્ર)

૪. આજ સુધી અસલી ચહેરો કોને બતાવ્યો છે ? કોરોના યુગ પહેલા પણ માસ્ક તો પહેર્યા જ છે. હવે દેખાડવા પણ ખરા કે અમે સાચ્ચે પહેર્યા છે.

૫. બને ત્યાં સુધી કોઈ વ્યક્તિ, વસ્તુ કે સપાટીને સ્પર્શ ન કરવો. (I know it is tough to resist the touch but time being….. please)

અને સૌથી મહત્વનું…… આ જગતમાં જીવતા રહેવાનો એક માત્ર ઉપાય ‘Vigorous hand wash’ જ છે એવું માનીને સ્ક્રબીંગ કરતા રહેવું.

-ડૉ. નિમિત્ત ઓઝા

( P.S. : ટૂંકમાં, હાથ ધોઈને કોરોનાની પાછળ પડી જવું.)

Categories: Dr. Nimit Oza

Leave a Reply