Dr. Akhtar Khatri

તારી પાસે સમય હજુ છે

સમસ્યા જેટલી ગંભીર લાગે છે, તેના કરતા વધુ છે,
સુધરી જા ઓ માનવજાત, તારી પાસે સમય હજુ છે.

લે સંભાળ દરેક સજીવની, જેમને ઈશ્વરે બનાવ્યા છે,
તારા હોવાથી પ્રકૃતિ નથી, પ્રકૃતિ છે ત્યારે જ બધું છે.

ન છોડ્યા તેં, પશુ, પક્ષી, જંતુ, વૃક્ષ, નદી, ઝરણાં ય,
માન આપ, આ બધા જ તો પરમાત્માની આબરૂ છે.

મહેમાન છે તું થોડા સમયનો અહીં, માલિક ન બન,
એમ ન વિચાર કે જે પણ છે તે બધું જ આપણું છે.

ભરોસો, કરુણા, દયાભાવ પ્રકૃતિ પાસેથી શીખ તું,
નથી કશું તોય બક્ષે, વિચાર પરમાત્મા કેવો ઋજુ છે.

વીતશે તો ખરો જ સમય બન્યો છે વીતવા ‘અખ્તર’,
પણ ખોઈ દઈશું ઘણું, વિચાર આપણી પાસે શું હશે.

-Dr. Akhtar Khatri

Categories: Dr. Akhtar Khatri

Leave a Reply