Dilip Ghaswala

વીજ ઝબકારે….

ગીત : વીજ ઝબકારે…..

વીજળી ના ઝબકારે તમને જોયાને આ આખું આકાશ મને ઓછું પડ્યું,
એક એક ઝબકારે પાંખો ફૂટીને મારું મનડું તો ઉડતુંને વાદળને અડક્યું….
કાળા ભંમ્મર તારા કેશમાં ગૂંથાતી એ વેણીનીમઘમઘતી સોડમમાં…
હૈયું આ મારું હેતમાં ઘોળ્યું…
વિજળીના ઝબકારે…

માનસરોવરમાં સારસની જોડ સાથે હૈયા એ માંડી છે હોડ…

ગીત તમે એવું તો છેડ્યું કે પાંપણમાં અશ્રુની જાણે દોડાદોડ…
કાજળ રેળાયું ને મન વલોવાયુ ને દલડુ પણ ધબકારો ચૂક્યુ…
વીજળી ના ઝબકારે તમને જોયાને આ આખું આકાશ મને ઓછું પડ્યું,

મોરલાના પીંછામાં ટહુકાની આંખો લઇ, નીરખું તને ક્યાંય લગ..
ફેલાતી જાતી તું મનની વનરાજીમાં જો તો કેવી ને કેટલી તારી વગ…..

ચાંદ અને તારાથી ખીલેલા નભને મેં રૂપેરી રંગોમાં મઢ્યું,
વીજળી ના ઝબકારે તમને જોયાને આ આખું આકાશ મને ઓછું પડ્યું,

-દિલીપ વી ઘાસવાલા

Categories: Dilip Ghaswala

Leave a Reply