CURRENT TOPIC

લોક ડાઉન માં પુરુષ ની વ્યથા

લોક ડાઉન માં પુરુષ ની વ્યથા

બહાર જવાતું નથી,
ધરમાં હવે મન લાગતું નથી,
કોઈ ને કહેવાતું નથી,
મન થી સહેવાતું નથી,
ઓફિસ ભુલાતી નથી,
ઉધરાણી નીકળતી નથી,
બહાર પોલીસ નાં ડંડા ખવાતા નથી,
રૂબરૂ મળાતું નથી,
વિડિયો કોલમાં ફાવતું નથી,
ખોટુ સહન થતું નથી,
સાચું કહેવાતું નથી,
અધુરા કામ પુરા થતા નથી,
નવાં કામ મળતાં નથી,
ધરમાં હોટેલ જેવુ બનતું નથી,
વખાણ્યા વિના ખવાતું નથી,
ધરકામ કરતાં આવતડા નથી,
ઉંચા અવાજે બોલાતું નથી,
ધીમે થી કોઈ સાંભળતું નથી,
ખડખડાટ હસાતું નથી,
અને છેલ્લે.. મનમાં રડાતુ નથી,
દેશ ની સરકારને કહેવાતૂ નથી,
ધર ની સરકાર સમજતી નથી.

-Unknown

Categories: CURRENT TOPIC

Tagged as:

1 reply »

Leave a Reply