Dilip Ghaswala

પરીક્ષા

પરીક્ષા

ભલે નાખો પરીક્ષાની આગમાં…..
કેમરાનો ડર ના બતાવશો અમને
ટેબ્લેટ બીક ના બતાવશો અમને.

સૈનિક કદી ડરે નહી ગમે એવા દુશ્મનોથી,
ખુમારી લલકારો નહિ,ના ડરાવો અમને.

સામી છાતી એ જીતીશું જંગ પરીક્ષા કેરો,
ડરશો નહિ તમે,અને ડરાવો ના અમને.

જીતના દાવ શીખ્યાછે આપની પાસેથી,
સત્યના પંથે થી ચલિત ના કરો અમને.

ભલે નાખો પરીક્ષાની બળબળતી આગમાં,
આગ ને બાગમાં ફેરવતા આવડે છે અમને,

આવવા દો આ પરીક્ષાને પણ જરા લાગમાં.
શિખરો સફ્ળતાના સર કરતા આવડે છે અમને.

શુભેચ્છાઓ આપો આપની સફળ થવા અમને,
વિજય રથ પર સવાર થતા આવડે છે અમને.

-દિલીપ વી ઘાસવાલા

Categories: Dilip Ghaswala

Leave a Reply