Dilip Ghaswala

તમારું નામ છે

ગઝલ- તમારું નામ છે…

હોઠ પર મારા તમારું નામ છે, એટલે દિલને હવે આરામ છે.

પ્રેમની જગમાં કોઈ કિંમત નથી, પ્રેમ તો અણમોલ છે બેદામ છે .

એટલું કહી દો મને બસ પ્રેમથી, કોને માટે આ નજરના જામ છે ?

રાતભર રાધા રડી છે વિરહમાં; એટલે તો આ યમુના શ્યામ છે .

પ્રેમ તો છે એક રેશમી મોરપિચ્છ; તો પછી એ કેમ જગ બદનામ છે?

આપને જોયા પછી લાગ્યું મને ; પ્રેમ જીવન નો સુખદ અંજામ છે .

-દિલીપ વી ઘાસવાળા

Categories: Dilip Ghaswala

Leave a Reply