(ગાલગાગા ગાલગાગા ગાલગા)
તોડવા શાને બધાં નિયમ હવે,
સામને દેખાય છે જો જમ હવે,
જીવતર આખું સમર્પણ જેમને,
આખરી બાજી તું એની રમ હવે,
આજસુધી ના કદી ખોટું કર્યું,
આજ શાને એ કરે છે ખમ હવે,
વાત કરતા જે ફરે બદલાવની,
એમના વર્તનમાં છે ક્યાં દમ હવે,
જાત સાથે જીવજે આનંદ થી,
માનજે લે આપું મારા સમ હવે,
લાગતી સૌ વાત વાણી વેદની,
ક્યાં હવે રહ્યો છે એમાં દમ હવે,
આવતો નજરે ભલેને કાળ એ,
સત્ય, નિષ્ઠાને સતત તું નમ હવે.
-પાયલ ઉનડકટ
Categories: Payal Unadkat