Dilip Ghaswala

તને ફરી સાંભરુ

કંઈક એવી કલ્પના તારી આંખમાં હું ચિતરું,
આંબવા આકાશને હું તારામાં બસ વિસ્તરું.

દિલ મારુ આ બની ચૂક્યું છે પથ્થર જેવું,
લાવ છીણી ટાંકણા, નામ તારું અહીં કોતરું.

હું પણા નો ભાર વેંઢારી રાખીએ છીએ,
જીદે ચડી છે એ, તો હું ય શેનો ઉતરું!!!?

પ્રેમનું ઝાપટું જો આંધી થઈ ત્રાટકે,
તો તું થશે લથબથ , હું ય આખો નિતરું.

લાખ કોશિશ તું ભલે ને કરે મને ભૂલવા,
ભૂલી ભૂલી ને પણ હું તને ફરી સાંભરુ.

-દિલીપ વી ઘાસવાળા

Categories: Dilip Ghaswala

Leave a Reply