Rita Mekwan

ડાઘ

ટુંકી વાર્તા: ડાઘ

નિયતિ અને રાજ બન્ને ભાઈ બહેન દુનિયામાં એકલા જ હતા..રાજ મોટો ને નિયતિ નાની…રાજ ભણી ને નોકરી કરતો થયો ને નિયતિ કોલેજ જવા લાગી…જાત્રા એ ગયેલા મા બાપ ને અકસ્માત થતાં મૃત્યુ પામ્યા હતા ને બન્ને એકલા પડી ગયા હતા.

રાજે કહ્યું, નિયતિ..બહેન..તું ગભરાઈશ નહિ…હું છું ને ..તું ભણજે…ઘર સાચવજે..હું નોકરી કરીશ..તારા લાડકોડ હું પૂરા કરીશ. ને નિયતિ મોટાભાઈ કહી ને ભાઈ ને ભેટી પડી.નિયતિ કોલેજ ના છેલ્લા વરસ માં હતી.કોલેજ માં વાર્ષિક ઉત્સવ માં નાટક કરવાનું હતું.

નિયતિ એ ભાઈ ને કહ્યું, ભાઈ..હું નાટક માં ભાગ લેવા માંગુ છું…

રાજે કહ્યું, બહેન..નાટક માં રિહર્સલ રાત્રે હોય..આવતા મોડું થાય..ને જમાનો બહુ ખરાબ છે…એટલે મારી ઈચ્છા નથી કે તું નાટક માં ભાગ લે..

નિયતિ એ કહ્યું, ભાઈ..કોલેજ નું આ છેલ્લું વરસ છે..પછી અમે બધા ફ્રેન્ડસ છૂટા પડી જઈશું…મોટાભાઈ છેલ્લી વાર નાટક કરી લેવા દો ને…ભાઈ અમે બધા સાથે જ રહીશું…મોટાભાઈ તમે લેવા મૂકવા આવજો…પ્લીઝ…ભાઈ…હા કહી દો ને….ને રાજ બહેન ની ઈચ્છા સામે ઢીલો પડી ગયો…ને કહ્યું, સારું…નિયતિ..મારી બહેન સંભાળજે…મને તારી ખૂબ ચિંતા છે..

થેંક્યું મોટાભાઈ…કહી ને નિયતિ ભાઈ ને ભેટી પડી.

રોજ તો રાજ નિયતિ સાથે જતો…પણ એક દિવસ રાજ ને તાવ હતો ને એના થી નહિ જવાયું…ને એ દિવસે રાત્રે રિહર્સલ કરી પાછા ફરતા નાટક માં ભાગ લીધેલ એક અમીર નબીરા એ નિયતિ ને પીંખી નાખી…

નિયતિ ઘરે આવી….રાજે નિયતિ ના વિખરાયેલા વાળ ને ફાટેલા કપડા જોયા ને બધું સમજી ગયો…નિયતિ ભાઈ સામે ધ્રુસકે ધ્રુસકે રડી પડી…ભાઈ ને બધી સાચી વાત જણાવી દીધી…

રાજ પોતાની બહેન ને જોઈ રહ્યો.. કંઇ બોલી ન શક્યો..અશ્રુઓ ને ક્યાં વાચા હોય છે… પાંપણે થી સરકતા રહ્યા…
ત્રણેક મહિના થયા ને નિયતિ ને થોડો તાવ આવ્યો..દવા કરી ને ઉતરી ગયો…થોડા દિવસ પછી ફરી તાવ આવ્યો…બ્લડ રિપોર્ટ કરાવ્યો…ડોકટર ને શંકાસ્પદ લગતા બીજો રિપોર્ટ કરાવ્યો. ડોકટર નું અનુમાન સાચું પડ્યું..નિયતિ એચ.આઇ.વી… એઈડ્સ નો શિકાર બની હતી….નાટક ની રાત્રિ નો અંજામ ખૂબ જ કરુણ આવ્યો.
નિયતિ ભાઈ સામે બે હાથ જોડી બોલી…મોટાભાઈ ..તે દિવસે મેં તમારી વાત માની હોત અને નાટક માં ભાગ ન લીધો હોત તો આજે આ દિવસ ન જોવો પડતે…મને માફ કરી દો..ભાઈ બહેન ખૂબ રડ્યા..નિયતિ એ કહ્યું, મોટા ભાઈ…આ “ડાઘ” લઈ હું નહિ જીવી શકું.

બીજે દિવસે નિયતિ એ ઉંદર મારવાની દવા પી ને પોતાનું જીવન ટુંકાવી દીધું.

રાજે આકાશ તરફ જોઈ રડતા રડતા કહ્યું, હે “નિયતિ…” એક ન મીટાવી શકાય એવો ” ડાઘ” આપીને તે મારી બહેન નિયતિ ને મારાથી છીનવી લીધી…

-રીટા મેકવાન “પલ”
સુરત..

Categories: Rita Mekwan

Leave a Reply