Poems / कविताए

આશ

આશ

આશા છે એક એવા મિત્ર ને પામવાની

જેને મળવાનું મન થાય
જેને જોઈ હોઠ મલકાય
જેની સામે હ્રદયનો બોજ ઠલવાય
જેને પોતાનું કહેવાની આશ છલકાય
આશા છે એક એવા મિત્ર ને પામવાની

દુ:ખ માં જે બે શબ્દ કહી શકે
સુખ માં સાથે હસી શકે
જે વિના શબ્દે સમજી શકે
જે નરમી શકે
આશા છે એક એવા મિત્ર ને પામવાની

દુનિયાનું જેને ભાન હોય
આકાશ નું જેને જ્ઞાન હોય
નિર્ણયની જ્યારે તલાશ હોય
ત્યારે બસ એક એની જ આશ હોય
આશા છે એક એવા મિત્ર ને પામવાની.

Leave a Reply