Dilip Ghaswala

જિંદગી

ગઝલ : જિંદગી

મને તો જિંદગી દુઃખ માં બહુ ઝળહળતી લાગે છે,
નિરાશાઓ બધી રસ્તા મહી ટળવળતી લાગે છે,

નિશા ના ઘોર અંધારે અને આ ભાંગતી રાતે
હજી અવની ઉપર આશા ની શમા બળતી લાગે

સુણાવ્યું તે મને જે કાંઈ કથાનક એ નથી મારું,
મને એમાં બીજી કોઈ કહાણી ભળતી લાગે છે

કળા જીવવા ની જો ના આવડે તો જિંદગી આખી,
શીતળતા સુખની પણ બપોર એક બળબળતી લાગે

તમે જે કાઈ જુઓ છો બધું સાચું નથી હોતું
ઘણી વેળા નજર ખુદની જ ખુદ ને છ્ળતી લાગે છે

કબર ખોદી ફરી એક વાર મારી જોઈ લ્યો “દિલીપ”
કે એમાં જિંદગી થોડી હજુ સળવળતી લાગે છે

-દિલીપ વી ઘાસવાલા

Categories: Dilip Ghaswala

Leave a Reply