Asim Bakshi

કુદરત ને કલમ અર્પણ

કુદરત ને કલમ અર્પણ :

દુનિયા દૂર થઇ ગઈ ને ઘર પાસે આવી ગયું છે, શુદ્ધ ચોખ્ખી હવા વહેતી થઇ ને અવાજ નું પ્રદુષણ બંધ થઇ ગયું છે, કોકિલા નો સ્પષ્ટ અવાજ કહે છે કે અમે પંખીઓ ની દુનિયા બદલાઈ ગયી છે ને મનુષ્યો ને વગર સળીયાની કેદ નીરખી રહ્યા છીએ, નદી અને ઝરણાઓ સ્નાન કરીને એકદમ ચોખ્ખા ચણાક થઇ ને રૂમઝૂમ રૂમઝૂમ વહી રહ્યા છે, એરપોર્ટ ને હવાઈ સફર બંધ છે પણ માણસ નું મન ખુલ્લા આકાશે વિહરતું થઇ ગયું છે ને અતીતના પંખ લગાવીને યાદો ના આકાશે ઉડી રહ્યું છે, મિત્રોના મીલનની જીવનમાં કેટલી અગત્યતા છે એની ઉપર આ બંધ માં આખો નિબંધ લખાય એવી દિલની ઈચ્છા છે, ખોટી જરૂરિયાતો કેટલી ઓછી થઇ ગઈ છે ને જીવન જરૂરિયાતો એક બજાર ની થેલીમાં થી ડોકિયાં કરી ને આપણ ને જાણે સમજાવી રહી છે કે સુપર સ્ટોર્સ ની ટ્રોલીઓ માં કેટલી અનાવશ્યક વસ્તુઓ મોજ થી ફરતી હતી, આજે કાર ના સ્ટીઅરિંગના બદલે હાથમાં ચોપડીઓ અને મોબાઈલ આવી ગયા છે; કુદરત; હવે તને અરજ કરવાની કે જોઈતા પાઠ અમે શીખી લીધા છે અને તે જીવન માં કાયમ રહે તેવી પ્રાર્થના સાથે પૃથ્વીલોક ના તમામ ઈસમો ને સ્વસ્થ અને તંદુરસ્ત રીતે જીવવાનો ફરી થી એક મોકો આપી દે !!!

-આસીમ બક્ષી

Categories: Asim Bakshi

Leave a Reply