માઈક્રોફિક્શન વાર્તા:- ‘જવાબદારીનું વહન” એક કટાક્ષ કથા
“દીકરા મને અહીં રહેવા દે… હું એક રૂમમાં પડી રહીશ..”
“બા..હવે બહુ થયું. આ પ્રભાવતીને પરણીને આ ઘરમાં લાવ્યો છું, હવે તેના આત્મસન્માનની જાળવણી કરવી એ મારી ફરજ છે. વળી જયારે પરણીને આવ્યો ત્યારે તમે જ શીખ આપી હતી કે પ્રભાવતીના સુખ દુઃખની જવાબદારી મારા શિરે રહેશે..”
એકના એક દીકરાનો જવાબ સાંભળી મનોમન સમસમી ગયેલા લાભુબેન બબડી ઉઠ્યા કે મારી જવાબદારી પણ તારા શિરે જ ને!
અંતે, લાભુબેનને ન છૂટકે દીકરા યોગેન્દ્રનો હાથ જાલી વૃદ્ધાશ્રમની વાટ પકડવી પડી. વૃદ્ધાશ્રમમાં જરૂરી પ્રક્રિયાઓ પુરી કરી પ્રો.યોગેન્દ્ર મારતી ગાડીએ કોલેજના કોન્વોકેશન હોલમાં પહોંચ્યા.
થોડીવાર બાદ સંચાલકની જાહેરાત થઈ, “વિદ્યાર્થીઓ… આજે અત્રે આમંત્રિત અને મંચસ્થ એવા શ્રી પ્રો.યોગેન્દ્ર દ્વિવેદીને જીવનમાં આવી પડતી વિવિધ જવાબદારીઓનું વહન કેમ કરવું અને પરિણામ સ્વરૂપે આત્મસન્માન રૂપી અમૃતનું પાન કેવી રીતે કરવું તેના પર વક્તવ્ય આપશે.”
લેખક: ઉજાસ વસાવડા
મો.9913701138
ઇમેઇલ:ujasvasavada@gmail.com
Categories: Ujas Vasavda