જો ફરીથી પહેલી તારીખ આવી ગઈ,
આખા મહિનાની બચતને ચાવી ગઈ.
બચ્યું કંઈ નથી, નવો મહિનો શરૂ હવે,
ફરીથી મોંઘવારી હિસાબને ખાઈ ગઈ.
જે મહેમાન તરીકે આવી હતી ક્યારેક,
પીડાઓને આપણી જિંદગી ફાવી ગઈ.
ખર્ચાઓનું મીટર ફરીથી ફરવા માંડશે,
ગતિ તેની બધી હદ હવે વટાવી ગઈ.
દોડી તો નહીં જિંદગી કદી, ‘ અખ્તર ‘
ગોકળ ગાયની જેમ થોડી ચાલી ગઈ.
-Dr. Akhtar Khatri
Categories: Dr. Akhtar Khatri