મારું ગુજરાત….
વિશ્વફલક પર ગુંજી રહ્યો જે નાદ શિરમોર એ મારું ગુજરાત,
વતનપ્રેમી નામ એનું લેતા થાય વિભોર એ મારું ગુજરાત,
નરસૈયાના પ્રભાતિયાં ને મીરાનાં પદ ગાતા ગાતા,
સૌ નરનારીની થતી જ્યાં સુંદર ભોર એ મારું ગુજરાત,
સાબરમતી, શેત્રુંજી ને અરબ, હિંદે સાચવ્યા જળરત્નો લખલૂટ,
સરદારના સપનાની નર્મદા છે જીવાદોર એ મારું ગુજરાત,
શામળિયો બીરાજે દ્વારિકાને, શંભુભોળો સોમનાથ,
અરિ આવે કે રૂઠે કાળ કરે સીધાદોર એ મારું ગુજરાત,
રાષ્ટ્રપિતાના સત્ય અહિંસાએ અપાવ્યું સ્વરાજ,
મોદીજીના વિકાસ કાર્યએ પકડ્યું જોર એ મારું ગુજરાત,
વ્યસન, વ્યભિચાર, ભ્રષ્ટાચાર ને લાંચરૂશ્વતના છે થોડા પૂજારી,
ઉખેડશે એને સત્ય,પ્રેમ જેવા નહોર એ મારું ગુજરાત.
-પાયલ ઉનડકટ
Categories: Payal Unadkat