Dilip Ghaswala

જીવવાનું મન થયું

ગઝલ- જીવવાનું મન થયું..

બસ ક્ષણોને રોકવાનું મન થયું,
મોતને પણ જીવવાનું મન થયું.

કૂંપળો ફૂટી દીવાલે જ્યારથી,
ઓશબિંદુ પી જવાનું મન થયું.

ઝાડ પરથી ઈંડા ચોરાયા પછી,
વૃક્ષ કાપી નાખવાનું મન થયું.

વાત મનની સાંભળી છે ક્યાં કદી ?
મારી મનને જીવવાનું મન થયું.

જીદ જીતી ને અહમ હારી ગયો,
જીતીને પણ હારવાનું મન થયું.

વાસનાનો જ્યાં થયો બસ મોક્ષ ત્યાં,
જિંદગીને ચાહવાનું મન થયું

સપ્તરંગી જિંદગી જોઈ “દિલીપ”
બુદબુદાને ફૂટવાનું મન થયું.

-દિલીપ વી ઘાસવાળા

Categories: Dilip Ghaswala

Leave a Reply