લોકડાઉન ને બનાવીએ અવસર
ને ઘરબંદી એક તહેવાર
શાંત મગજ એક પરંપરા
પ્રેમ થી સાચવીએ વહેવાર.
ભૂલીએ હોદ્દો ને નામ
કરીએ ઘરના કામ
ઈગો વાળીએ ઝાડુ થી
સરખા સહુ તમામ.
જમવા બેસીએ સાથે સાથે
સાદું ભોજન એ જ પકવાન
ઘરના સભ્યો આજુ બાજુ
નહિ કોઈ પણ મેહમાન.
થાય વાતો પોતાની સાથે
મન ને મળે આરામ
એકલતા મળી અનાયસે
બહુમૂલ્ય એના દામ !!!
-આસીમ બક્ષી
Categories: Asim Bakshi