Dilip Ghaswala

વલ્કલ વસંતી પહેર્યા હતા

ગઝલ- વલ્કલ વસંતી પહેર્યા હતા …

પાનખર માં પર્ણો કેવા ડોલતા હતાં ?
કે વસંતી વાયરાને કેવા તોલતા હતાં.

ભીતરે હરિયાળી જાણે લીલીછમ હતી,
કોઈ કોકિલ કંઠથી ખુદ બોલતા હતાં.

કેસરી વલ્કલ વસંતી પહેર્યા હતા ,
આ કણેકણમાં જગતમાં આંદોલતા હતા

આવરણમાં ભક્તિ રસ મહેકતો હતો,
જઇને મંદિરમાં મેં કેવા ચડતાં હતા?

ખેતરોની ક્યારીમાં રૂપ ઉઘડતા હતાં,
સાંજ કેસરયાળુ કેસર ઘોળતા હતાં

પાનખર વેદનાની મૂંગી ચીસ ;
લક્કડખોદો ડાળી છોલતા હતા.

એકડો ઘૂંટતા હતા પ્રણયના જ્યાં વસંતમાં
દ્વાર કેવા “દિલીપ” ક્ષણ ના ખોલતાં હતાં ??

-દિલીપ વી. ઘાસવાલા

Categories: Dilip Ghaswala

Leave a Reply